દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ભલે ધીમી થઈ છે પરંતુ તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ બધાની વચ્ચે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 99 લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,065 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 354 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,06,165 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 94 લાખ 22 હજાર 636 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,477 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,39,820 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,43,709 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.