ભારત સરકારના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ગુરુવારે જણાવ્યું હતું કે, સરકાર સર્મિથત કોરોનાની રસી વહેલામાં વહેલી ફેબ્રુઆરી મહિના સુધીમાં લોન્ચ કરી શકાશે. ભારતીય કંપની ભારત બાયોટેક અને સરકાર સંચાલિત આઇસીએમઆર દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવાક્સિનની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી શરૂ થઇ રહી છે અને અત્યાર સુધીનાં પરિણામો દર્શાવે છે કે કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક છે.
આઇસીએમઆરના વરિષ્ઠ વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થાય તે પહેલાં લોકોને કોરોનાની રસી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય આરોગ્ય મંત્રાલયે કરવાનો છે. પ્રાણીઓ પરના પ્રયોગો અને પહેલા તથા બીજા તબક્કાની હ્યુમન ટ્રાયલમાં પરિણામ સુરક્ષિત અને અસરકારક રહ્યાં છે. તેથી આ રસી સુરક્ષિત તો છે પરંતુ ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી તમે છાતી ઠોકીને દાવો કરી શકો નહીં.