સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલોને મંજૂર કરવા સમય મર્યાદા નિશ્ચિત કરી હતી. આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં. ભારતમાં ક્યારેય એવું લોકતંત્ર નથી રહ્યું, જ્યાં કોર્ટો રાષ્ટ્રપતિને નિર્દેશ આપે. ન્યાયાધીશો 'સુપર સંસદ' તરીકે કામ કરે. બંધારણની કલમ ૧૪૨ હેઠળ કોર્ટને મળેલા વિશેષાધિકાર લોકતાંત્રિક શક્તિઓ વિરુદ્ધ સાતેય દિવસ ૨૪ કલાક ઉપલબ્ધ ન્યૂક્લિયર મિસાઈલ બની ગઈ છે.