7 વર્ષ જૂના એપલ અને સેમસંગ વચ્ચેના ડિઝાઈન ચોરીને લઈને ચાલી રહેલા કેસનો ચુકાદો આવી ગયો છે. કેલિફોર્નિયાની એક કોર્ટે એપલ કંપનીના આઈફોનની ડિઝાઈન ચોરી કરવા અંગેના મામલામાં એપલ કંપનીની તરફેણમાં નિર્ણય આપ્યો છે. કોર્ટે સેમસંગને આદેશ આપ્યો છે કે ડિઝાઈન કોપી કરવા મામલે તે એપલને 3600 કરોડનું વળતર ચૂકવી આપે.