આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે 26 વર્ષ પહેલા કોર્ટ માર્શલનો સામનો કરનાર સેનાના અધિકારીની તરફેણમાં ચુકાદો આપ્યો.એસ.એસ.ચૌહાણ પર માનસિક રીતે અસ્થિર અને સેના સાથે વિશ્વાસઘાતનો આરોપ હતો. ચૌહાણ 1990ના સર્ચ ઓપરેશનમાં સોનાના બિસ્કીટ જપ્ત કરી મુશ્કેલીમાં મૂકાયા હતા. બે ઉપરી અધિકારીઓએ સોનાનો ‘’વહીવટ’’ કરી ચૌહાણને ખોટા કેસમાં ફીટ કરી દીધા. કોર્ટે એસ.એસ.ચૌહાણની સેવા ફરી બહાલ કરી 1 કરોડ ચુકવવાનો આદેશ કર્યો છે.