અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ગુપ્ત રીતે ૧.૩૦ લાખ ડોલર આપવાના ગુનાઈત કેસમાં મંગળવારે મેનહટન ક્રિમિનલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટ પહોંચતા જ પોલીસે ટ્રમ્પની ધરપકડ કરી હતી. આ સાથે ૭૬ વર્ષીય રિપબ્લિકન નેતા સત્તાવાર રીતે ધરપકડ કરાયેલા અમેરિકાના પહેલા પૂર્વ પ્રમુખ બની ગયા છે. ટ્રમ્પ સામે નાણાકીય હેરાફેરીના ૩૪ આરોપો ઘડાયા છે. કોર્ટમાં આરોપોની સુનાવણી પછી ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. કોર્ટે ટ્રમ્પને ૧.૨૨ લાખ ડૉલરનો દંડ કર્યો છે જે સ્ટોર્મી ડેનિયલને ચૂકવવામાં આવશે. અગાઉ મેનહટન કોર્ટમાં ટ્રમ્પની હાજરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી ૩૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. બીજીબાજુ ટ્રમ્પના પુત્રે ફ્રી ટ્રમ્પ અભિયાન શરૂ કર્યું છે.