કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે નીચલી અદાલતને કથિત મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (મુડા) કેસમાં સિદ્ધારમૈયા વિરૂદ્ધ 29 ઓગસ્ટ સુધી કોઇ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 29 ઓગસ્ટે જ થશે. રાજ્યપાલે 17 ઓગસ્ટે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેમના પર મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ની જમીનના વળતર માટે નકલી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ છે.