ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim) ને હાઈકોર્ટે (HighCourt) મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે, કોર્ટે રામ રહીમને હત્યા (Murder) ના 22 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે ડેરા મેનેજર રણજીત સિંહની 2002માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં પંચકુલાની સ્પેશિયલ CBI કોર્ટે 18 ઓક્ટોબર 2021ના રોજ રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી. હવે ચંદીગઢ હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને ડેરા ચીફ સહિત 5 અપરાધીઓને નિર્દોષ જાહેર કર્યા છે.