ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે માછીમારોને અને પર્યાવરણને નુકસાન કરવા બદલ વિશ્વ બેન્કની પેટા સંસ્થા 'ઈન્ટરનેશનલ ફાઈનાન્સિઅલ કોર્પોરેશન (આઈએફસી)' વિરૃદ્ધ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં કેસ થયો છે. મે મહિના દરમિયાન જ તેની સુનાવણી ચાલી રહી છે. કચ્છ સ્થિત 'માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન ' અને અમેરિકા સ્થિત 'અર્થરાઈટ્સ ઈન્ટરનેશનલ' નામની જમીન અને પર્યાવરણના હક્કો માટે કામ કરતી સંસ્થાએ મળીને આ કેસ કર્યો છે.