મોદી સમાજ અંગે ટિપ્પણી સંદર્ભે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબૂલ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાહુલ ગાંધીની કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની અરજી પણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
કેસ શું હતો?
બેંગ્લોરથી 100 કિમી દુર તા. 13મી એપ્રિલ, 2019ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.