વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને આપવામાં આવેલો સ્વદેશીનો મંત્ર સમજવો જોઇએ અને સ્વદેશી અપનાવવા આગળ આવવું જોઇએ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી (સંગઠન) સંજય જોશીએ આ વાત કરી છે. તેમણે કહ્યું કે આપણે મોદીના મંત્રને અપનાવીશું તો ૧૦ વર્ષમાં ભારત એક મોટી આર્થિક શક્તિના રૂપમાં ઉભરી શકે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન તરફથી ઉદ્યોગો અને નાના મોટા વેપારીઓ માટે ભારતનો ખજાનો ખોલી નાખવાની ઘટના એ દર્શાવે છે કે મોદી હવે દેશને પોતાના પગ પર ઊભેલો જોવા માંગે છે. ભારત આત્મનિર્ભર બનશે તો જ ચીન અને અન્ય દેશોને આર્થિક નુકસાન થશે. તેમણે દેશવાસીઓને ચેતવણી આપી છે કે તમે ટિક ટોક અને ચીની ઉત્પાદનોના ખરીદ -વેચાણ બંધ નહીં કરો તો જાણ્યે અજાણ્યે પોતાની માતૃભૂમિ અને પોતાના દેશ પ્રતિના અપરાધના સહભાગી બનશો.