હરિયાણાના પૂર્વ પ્રધાન સાવિત્રી જિન્દાલ કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં સામેલ થઇ ગયા હતાં. તાજેતરમાં જ તેમના પુત્ર અને ઉદ્યોગપતિ નવીન જિન્દાલ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં.
૮૪ વર્ષીય સાવિત્રી જિન્દાલ હિસારમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપમાં સામેલ થયા હતાં.
સાવિત્રીએ મોડી રાતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસ છોડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.