આર્થિક સમસ્યાથી ઘેરાયેલી ટેલિકોમ કંપની એરસેલે મુંબઈ ખાતે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારી નોંધાવી છે. સતત ખોટ જતાં આ પગલું લીધું હોવાનું કંપનીએ જણાવ્યું હતું. એરસેલ પર ૧૫૫૦૦ કરોડનું દેવું હતું. એરસેલે જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેકટરે કરેલી જાહેરાત મુજબ નાદારી નોંધાવી હતી. જેમાં એરસેલ સેલ્યુલર, ડિશનેટ વાયરલેસ અને એરસેલ લિમિટેડનો સમાવેશ થાય છે.