દેશના પ્રથમ મતદાતા માસ્ટર શ્યામ શરણ નેગીનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કલ્પામાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. કિન્નૌરના ડીસી આબિદ હુસૈને માસ્ટર નેગીના મૃત્યુની પુષ્ટિ કરી છે. નેગીની ઉંમર 106 વર્ષની હતી અને દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં તેમણે સૌથી પહેલા મતદાન કર્યું હતું.