બિહારમાં મોકામા અને ગોપાલગંજ બેઠક, મહારાષ્ટ્રમાં મુંબઈની અંધેરી ઈસ્ટ, હરિયાણામાં આદમપુર, તેલંગાણાના મુનૂગોડે, યુપીમાં ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાની ધામનગર બેઠક પર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચાલુ છે.
બિહારની મોકામાથી આરજેડી ઉમેદવાર નીલમ દેવી અને ગોપાલગંજ બેઠક પરથી રાજદ ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તા આગળ છે. હરિયાણાની આદમપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભવ્ય બિશ્નોઈ, ઓડિશાની ધામનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સૂર્યવંશી સૂરજ અને યુપીની ગોલા ગોકર્ણનાથ બેઠક પરથી ભાજપ ઉમેદવાર અમન ગિરી આગળ છે. મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે વાળી શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે આગળ છે, તેલંગાણા મુનૂગોડે બેઠક પર ટીઆરએસ અને ભાજપમાં આકરી ટક્કર જોવા મળી રહી છે.