ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા હતા.