વૈશ્વિક પરિબળોના પગલે ક્રિપ્ટોકરન્સીમાં હાલ ભારે મંદી ચાલી રહી છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે ત્યારે નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પણ સામે આવ્યું છે, જ્યાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી અને આ એક્સચેન્જમાં ભારતીયોએ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડ ગુમાવ્યા છે. સાઈબર સિક્યોરિટી કંપની ક્લાઉડએસઈકેએ કહ્યું કે, નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના અનેક ડોમેન્સ અને એન્ડ્રોઈડ આધારિત ફેક ક્રિપ્ટો એપની ઓળખ કરવામાં આવી છે, જ્યાં આ પ્રકારના નકલી કેમ્પેનમાં મોટાપાયા પર છેતરપિંડી કરાય છે. ક્રિપ્ટો એક્સચેન્જના નામે એક નવી નકલી વેબસાઈટ કોઈનએગ બનાવાઈ છે, જે યુકે આધારિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે. રોકાણકારોને આ પ્લેટફોર્મ પર રોકાણ કરવા માટે અનેક પ્રકારની લાલચ અપાય છે.