અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના વાવડીમાં વરસાદ ન પડતા દેવાદાર બનેલા એક ખેડૂતે ઝેર પીધુ હોવાની ઘટના સામે આવી છે. વરસાદ નહીં હોવાથી અને સિંચાઈ માટે પણ પાણી નહીં હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિથી આ ખેડૂતે જીવ ટૂંકાવ્યો હોવાનું પણ જાણવા મળે છે. કપાસનો પાક પણ વરસાદના અભાવે સૂકાયો છે. ખેડૂત આગેવાનોએ યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.