પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંર્તગત કપાસના ઉત્પાદન ઉપર પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના સર્વે માટેની દિલ્હીની ટીમ આજે જુનાગઢ જિલ્લામાં પહોંચી આવી હતી. ગામડાંઓમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી. ખાસ પ્રકારની ટેક્નોલોજીની મદદથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં રશિયન કંપનીની મદદ લેવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ત્યારે આ માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કપાસના ઉત્પાદન માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ સર્વે કરીને રિપોર્ટ ભારત સરકારના કૃષિ મંત્રાલયને આપવામાં આવશે. આ સર્વે કૃષિ મંત્રાલય દ્વારા ડિજિટલ રીતે કરવામાં આવ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી કેટલું ઉત્પાદન થશે તે મુજબ જાણી શકાશે. તે માટે જમીનમાં કેટલા પ્રમાણમાં તત્વો છે ? અને કયા તત્વો ખૂટે છે જેને લીધે પાકનું ઉત્પાદન ઓછું આવે છે તે માટે ડ્રોન કેમેરાથી ફોટો લેવામાં આવ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. પ્રથમવાર આ રીતે આ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે.
ખાસ આ પ્રોજેક્ટ માટે ટ્રીનમિસ્ટ્રી કંપની દ્વારા રશિયન ટેક્નોલોજી મદદ લેવામાં આવી છે. જેમાં ખેડૂતોને વાતાવરણની પરિસ્થિતિનો સામનો કરી શકે અને કપાસનો પાક વધુ મેળવી શકે તે માટે ડીજીટીલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં જુનાગઢ જિલ્લામાં 50 જેટલા ગામોનો સર્વે કરવામાં આવશે. સર્વે કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરી કૃષિ મંત્રાલયને આપવામાં આવશે. કપાસનું કેવું ઉત્પાદન થશે તે માટે આ પ્રોજેક્ટ મદદ કરશે.
આમ, કપાસ ઉત્પાદન કરતાં ખેડૂતો માટે સારા સમાચાર છે કે આધુનિક ટેક્નોલોજીની મદદથી હવે સરકાર ગૂગલ ઉપર જોઈ શકશે કે કપાસનું ઉત્પાદન કેટલું થયું છે અને કેટલું રહેશે. તે મુજબ કપાસની નિકાસ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.