તેલુગુ દેશમ પાર્ટી - ટીડીપીના અધ્યક્ષ એન.ચંદ્રબાબુ નાયડુને કથિત સ્કિલ ડેવલપમેન્ટ નિગમ કૌભાંડ કેસમાં આજે રવિવારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. પૂર્વ સીએમ નાયડૂને રાજમુંદરી સેન્ટ્ર જેલમાં 14 દિવસ રખાશે. આ બાબતને ધ્યાને રાખી જેલની આસપાસ કલમ-144 લાગુ કરી દેવાઈ છે. નાયડુને મેડિકલ તપાસ માટે શનિવારે 8 સપ્ટેમ્બરે મોડી રાત્રે 3.40 કલાકે વિજયવાડા ખાતે સરકારી જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અગાઉ તેમની 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.