દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન જગન્નાથજીનાં મંદિર ખાતે ‘ચંદન યાત્રા’ અને રથપૂજન કરવામાં આવતું હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે ત્યારે આ ચંદન યાત્રા કે રથ પૂજનમાં નગરજનો કે શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે નહીં.
આ અંગે વિગતો આપતાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે આ વર્ષે લોકડાઉનને કારણે 26મી એપ્રિલના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનનાં કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે. જોકે, લોકડાઉનને પગલે માત્ર મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રથ પૂજનને પ્રતીકાત્મક રીતે કરવામાં આવશે.