કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન મોકલીને જે રીતે સુપર પાવર અમેરિકાની મદદ કરી તે ખરેખર પ્રસંશનીય હતી. આ જ કડીમાં હવે અમેરિકા ભારતની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકાએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ભારતને સ્વાસ્થ્ય સહાયતા રૂપે લગભગ 5.9 મિલિયન ડોલર પ્રદાન કર્યા છે. આ જાણકારી અમેરિકન મંત્રાલયે આપી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે આ રકમનો ઉપયોગ ભારતમાં કોરોના પીડિત લોકોની મદદ, બિમારી સાથે સંબંધિત જાગૃતિ અભિયાન અને તેને નાથવા માટે કરવામાં આવી રહેલી રિસર્ચમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રાહત ભંડોળનો ઉપયોગ કટોકટીની તૈયારી માટે કરવામાં આવશે.