દેશભરમાં કોરોના વાયરસનો ભરડો છે, ત્યારે રાજ્યમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આ મહામારી વચ્ચે એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે, આ સમાચાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ એફ યુનિટી” બાબતે છે. એક સોશિયલ મીડિયા યૂઝરે ખરીદ વેચાણની જાણિતી વેબસાઈટ OLX પર “સ્ટેચ્યુ એફ યુનિટી” 30 હજાર કરોડમાં વેચાણ માટે મૂક્યું છે. અને યૂઝરે તેની જાહેરાતમાં લખ્યું છે કે ઈમર્જન્સી, હોસ્પિટલો અને જરૂરી હેલ્થકેર સાધનો ખરીદવા માટે તાત્કાલિકનાં ધોરણે નાણંની આવશ્યક જરૂરિયાત હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવું છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બાબત ટીખળ કે રમૂજ માટે કરવામાં આવી છે. પરંતુ આ યૂઝરે સરકાર પર ટીખળ કરતી આ પોસ્ટ મૂકી છે. જ્યારે યૂઝરે આ પોસ્ટ મૂક્યાની ગણતરીની મિનીટોમાં જ OLX દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.
આ પોસ્ટ એટલા માટે ડ઼િલીટ કરવામાં આવી કે કોઈપણ નાગરીકને કે કોઈપણ વ્યકિતને આવી જાહેર સંપતિ વેચાવનો કોઈ પ્રકારનો હક કે અધિકાર નથી. આ મામલે યૂઝર પર કાયદાકીય કાર્યવાહી એટલે કે ફરીયાદ પણ નોંધાઈ શકે છે.