કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. એવામાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. બીજી તરફ આજે રિઝર્વ બેંકે (RBI) અપેક્ષા મુજબ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટનો આ ઘટાડો RBI ના ઈતિહાસમાં સૌથી મોટી ઘટાડો છે.
રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની EMI ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે.
RBIએ આશા મુજબ રેપો રેટમાં 0.75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.45 ટકા પર આવી ગયો છે. સાથે જ RBIએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતાં 4 ટકા કરી દીધો છે.