કોરોના વાયરસનાં ગંભીર મુદ્દાને લઇને રવિવારનાં રોજ આજનાં દિવસે SAARC દેશો સાથે PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી. જેમાં તેઓ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે, બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના, અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂટાનનાં પ્રધાનમંત્રી અને નેપાળનાં પ્રધાનમંત્રી શામેલ હતાં. પીએમ મોદીએ કહ્યું કે, હું આટલાં ઓછાં સમયમાં આ ગંભીર મુદ્દામાં શામેલ થવા માટે આપ તમામનો આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને પીએમ ઓલીનો આભાર માનું છું કે જેઓ સર્જરી બાદ તુરંત અમારી સાથે ચર્ચામાં શામેલ થયાં.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM મોદીએ કહ્યું કે આપણે કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. પરંતુ એકજુટ બનીને લડવાની જરૂર છે. તેઓએ કહ્યું કે સાર્ક દેશોએ સાવધાની રાખવી પડશે.
નોંધનીય છે કે, ‘કોરોના વાયરસ સામે લડવા માટે PM મોદીએ સાર્ક દેશોને એકજૂથ કરવા માટે કોવિડ-19 માટે ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો. PM મોદીએ કહ્યું કે, ભારત આ માટે 10 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે 74 કરોડ રૂપિયાની મદદ કરશે.’
જણાવી દઈએ કે, સાર્ક (SAARC) દક્ષિણ એશિયાના દેશો વચ્ચે કામ કરનારું ક્ષેત્રીય સંગઠન છે. તેમા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા આવે છે. આ સંગઠન ક્ષેત્રીય સ્તર પર દેશોમાં પરસ્પર તાલમેલને પ્રોત્સાહન આપે છે.
નોંધનીય છે કે કોરોના વાયરસે ચીન બાદ હવે યૂરોપમાં ફેલાઇ ચૂક્યો છે. ફ્રાન્સમાં કોરોના વાયરસ (Coronavirus) ના અત્યાર સુધીમાં લગભગ 500 મામલા સામે આવ્યા છે. ભારતે પણ કોરોના મહામારીને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરી દીધી છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 108 થઇ ચૂક્યો છે. સાવચેતીના ભાગ રૂપે 21 રાજ્યોમાં સ્કૂલો-કોલેજ બંધ છે.
ગત 24 કલાકમાં જ ચીનની બહાર કોરોના વાયરસના ઓછામાં ઓછા 9,751 નવા કેસની પુષ્ટી થઇ છે. જ્યારે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસની સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,59,000 થઇ ગઇ છે.