કોરોના વાયરસના કારણે ચીન ઉપરાંત હવે અન્ય દેશોમાં પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન હોંગકોંગમાં એક પાલતું કૂતરો પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયો છે. હોંગકોંગમાં કોરોના વાયરસથી પીડિત એક 60 વર્ષની મહિલાના પાલતું કૂતરામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. શુક્રવારના રોજ તેના કૂતરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. દુનિયામાં આવો કદાચ પહેલો જ કિસ્સો છે જ્યારે માણસોનો ચેપ કોઈ જાનવરને લાગ્યો હોય. હવે આ કૂતરાને પશુ કેન્દ્રમાં અલગથી રાખીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.