વર્તમાન વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા UAEમાં પણ અદ્વિતીય રાહત કાર્ય થઈ રહ્યું છે. મુસ્લિમ દેશમાં હિંદુ મંદિર દ્વારા થઈ રહેલું રાહત કાર્ય વિશ્વભરમાં માનવીય સૌહાર્દનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
આ અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે, બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વભરમાં સ્થિત BAPS મંદિરોની જેમ કોવિડ 19ની વૈશ્વિક મહામારી દરમિયાન BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા UAEમાં પણ નિ:સ્વાર્થ ભાવે રાહત કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા 14 દિવસ દરમિયાન 11000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. 150 લોકો માટે આવાસની વ્યવસ્થા તથા ભાડે રહેતા 45 લોકોને મદદ કરાઈ. આ ઉપરાંત, જરૂરીયાતમંદ લોકોને દવા સહિત તબીબી સારવાર થઇ છે.
તેમણે જણાવ્યું કે આ ઉપરાંત, UAE સરકાર સાથે મળીને જે મદદ થઈ છે, તે અનુસાર અબુ ધાબીના 'Together We are Good' કાર્યક્રમ હેઠળ 11000 UAE દીરહામનું દાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સરકારના '10 Million Meals' કેમ્પએઇનમાં 1,500 વ્યક્તિઓ માટેના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. અબુ ધાબી બ્લડ બેન્કમાં 'બ્લડ ડોનેશન' કરાયું. જ્યારે અબુ ધાબી સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે 1000 ઉત્તમ પ્રકારના મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
તેમણે જણાવ્યું કે છેલ્લા બે મહિના દરમિયાન આધ્યાત્મિક માર્ગદર્શન મદદ અંતર્ગત 500 પરિવારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો સંદેશાનું પ્રસારણ કરાયું, સાથે જ sabha.mandir.ac પરથી સાપ્તાહિક ઓનલાઈન સત્સંગ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરકારે BAPS હિંદુ મંદિરને 'Certificate Of Appreciation' આપ્યું
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે BAPS હિંદુ મંદિરને અહીંની સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી ડેવલપમેન્ટ દ્વારા 'Certificate Of Appreciation' પ્રદાન કર્યું છે. આ સર્ટિફિકેટ સરકારની સાથે રહીને સ્વાસ્થ્ય અને સુખાકારી ઉપરાંત કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટેના જે પગલાં લીધા છે, તે બદલ અપાયું છે.
ન્યૂઝીલેન્ડ સ્થિત સાંઈ બાબા મંદિરના સભ્યએ કહ્યું "BAPS ટીમ-અબુ ધાબીને મારી સલામ"
ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ સ્થિત સામાજિક સેવક અને સાંઈ બાબા મંદિરના ટ્રસ્ટી રાકેશ મલ્હોત્રાએ પણ BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા થઈ રહેલા કોરોના રાહત કાર્યથી પ્રભાવિત થઈને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે "BAPS ટીમ-અબુ ધાબીને મારી સલામ". આ પ્રકારની સહાય એટલે આપણી માતૃભૂમિના હજારો શ્રમબળને મદદ. હું ન્યૂઝીલેન્ડ આવ્યો તે પૂર્વે દુબઇ રહેતો હતો અને મને ખ્યાલ છે કે રમઝાન મહિના દરમિયાન આ પ્રકારની સહાય મળવી એ ખુબજ પ્રશંસનીય છે, ધન્યવાદ".
કોંસ્યૂલ જનરલ ઓફ ઇન્ડિયાએ કહ્યું 'મંદિર દ્વારા ઉમદા કાર્ય થઇ રહ્યું છે'
દુબઈમાં કોંસ્યૂલ જનરલ ઓફ ઇન્ડિયા, શ્રીમાન વિપુલે ટ્વીટ કરીને BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા થતા રાહત કાર્યને બિરદાવતા જણાવ્યું કે "અબુ ધાબી મંદિર દ્વારા ઉમદા કાર્ય થઈ રહ્યું છે. આપણે સૌએ કોરોના મહામારી સામે સાથે મળીને લડવાનું છે. આપણી આસપાસના સૌ જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા રહીએ". અબુ ધાબી જેવા પ્રદેશમાં જ્યાં BAPSના સ્વયં સેવકો પણ ઓછા છે ત્યાં સૌ પ્રથમ વાર કોઈ હિંદુ મંદિર દ્વારા આ પ્રકારનું રાહત કાર્ય થઈ રહ્યું છે.