લોકડાઉનમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકો માટે હાલ સારામાં સારી ખબર આવી રહી છે. કેન્દ્ર સરકારે આ લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. શુક્રવારના રોજ વડાપ્રધાનના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત, અમિત શાહ, રેલ મંત્રી પિયુષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના સચિવ પીકે મિશ્રા પણ સામેલ હતા.
રેલ્વેએ જોન્સવાઈઝ આપી દીધા આદેશ
રેલવે મંત્રાલયે પોતાના તમામ જોન્સને આદેશ આપ્યા છે કે, દરેક રાજ્યો પાસે તેમની માગને પૂછવામાં આવે. જો બધુ બરોબર લાગશે તો, આજકાલમાં બીજી અનેક સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. જો કે, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રે તો પોતાના કામગારોને લાવવા માટે સ્પષ્ટતા કરી દીધી છે. જો કે, હજૂ સુધી બિહારે કોઈ રજા આપવામાં રસ દાખવ્યો નથી.
રેલવેને છે બસ આ વાતની ચિંતા
રેલ્વેને હાલ તો એ વાતની ચિંતા છે કે, ટ્રેન શરૂ કર્યા બાદ સ્ટેશનો પર ક્યાંક ભીડા એકઠી ન થાય. મુંબઈમાં આવી અફવાના કારણએ હજારો પ્રવાસીઓ ઘરે જવા માટે બાંન્દ્રા સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. રેલ્વેને આ જ વાતની ચિંતા છે કે, જો ફરી વાર આવુ થયુ તો, પરિસ્થિતી કાબૂ બહાર જઈ શકે છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજ્જિયા ઉડી જશે, જેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો પણ ડર છે.
તેલંગણાથી ઝારખંડ પહોંચી પ્રથમ ટ્રેન
લોકડાઉન શરૂ થયા બાદ આ પ્રથમ પેસેન્જર ટ્રેન છે. વારંવાર માગ થઈ રહી હતી કે, પ્રવાસી મજૂરો માટે ટ્રેન શરૂ કરવામાં આવે. ઝારખંડ સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. આ સ્પેશિયલ ટ્રેન તેલંગણાના લિંગમપલ્લીમાં ફસાયેલા 1200 પ્રવાસીઓને લઈ ઝારખંડના હટિયા સુધી રવાના થઈ હતી. જે રાતે લગભગ 11 વાગ્યે હટિયા પહોંચી હતી.