કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું છે.આજે રાજ્યના 32મા જિલ્લામાં કાળમુખા કોરોનાએ એન્ટ્રી કરી છે. ગ્રીન ઝોન જાહેર કરાયેલાં જુનાગઢ જિલ્લામાં બે કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના બે આરોગ્ય કર્મીને કોરોના પોઝિટિવ નોંધાયો છે. આમ કોરોના મહામારીના ભરડાથી માત્ર રાજ્યમાં અમરેલી જિલ્લો બાકી રહ્યો છે.
જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા. આરોગ્ય કર્મીઓને જ કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જુનાગઢ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની કહેવા મુજબ સુરત અથવા તો અન્ય શહેરોમાંથી આવેલાં લોકોના સંપર્ક આવવાથી ચેપ લાગ્યો હોવાની ભીતિ છે. બંને પોઝિટિવ દર્દીઓ ભેંસાણ PHC સેન્ટરમાં કામ કરે છે. જેમાંથી એક હેલ્થ ઓફિસર છે અને એક વર્ગ 4ના કર્મી છે જે તેમની સાથે ઘણા દિવસથી ફરજ બજાવતાં હતા.