ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. દેશના અમુક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારી દીધું છે. પરંતુ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ શું રહેશે તે મોટો સવાલ બનેલો છે. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કમિશનર વચ્ચે ઘણા બધા મુદ્દા પર વાતચીત થઈ હતી.
બેઠક બાદ જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યમાં લોકડાઉન વધારવું કે નહીં તે આવતીકાલે જાહેર થશે. રાજ્ય સરકારે તેને લઈને એક્શન પ્લાન કેન્દ્રને સોંપી દીધો છે. ગુજરાતમાં ઉદ્યોગોને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેના માટે ખાસ વિચાર કરવામાં આવશે.