કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રામાં ભગવાનના રથ સાથે માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ જ હાજર રહેશે. સામાન્ય ભક્તોને ટીવી અને મીડિયાના માધ્યમથી રથયાત્રા નીહાળવા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, દર વર્ષની જેમ રથયાત્રામાં જોડતાં લોકોએ આ વખતે ટીવી અને મીડિયાના માધ્યમથી જ રથયાત્રા નીહાળવાની તૈયારી રાખવી જોઈએ.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે 20મી મેંના રોજ અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. તેમાં સંપૂર્ણ આયોજન મુદ્દે ચર્ચા થશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે વધુ લોકો એકઠા નહીં થઈ શકે.