અમદાવાદ શહેરમાં 27 એપ્રિલે કોરોનાના 197 કેસ સામે આવ્યા હતા જ્યારે પાંચના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ દર્દી 2378 અને મૃત્યુઆંક 109 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 212 દર્દી સાજા થયા છે. કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. શહેરમાં 6000થી વધુ વિસ્તારમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારમાં દર ત્રીજા-ચોથા દિવસે ટીમ સર્વેલન્સ કરે છે.
મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ 3Sની નવી સ્ટ્રેટજી રજૂ કરી
વિજય નેહરાએ ખાસ કરીને શહેરમાં મૃત્યુદર ઘટાડવા માટે 3Sની નવી સ્ટ્રેટજી બનાવી છે તેમ કહ્યું હતું. જેમાં સુપર સ્પ્રેડર (Super Spreader), સ્લમ (Slum) અને સીનિયર સિટીઝન (Senior Citizen) પર હવે ખાસ નજર રાખવાની છે જેથી અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો કરી શકાશે.
6 રેડ ઝોન અને 42 ઓરેન્જ ઝોન
આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડ ઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે.