કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીના મામલે આજે કેન્દ્રની જાહેરાત મુદ્દે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ મુદ્દે નીતિન પટેલે આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા દુકાનોને છૂટ આપવાનો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નોટિફિકેશન મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, નાગરિકોને ધીમેધીમે રાહત મળે તે જરૂરી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન પર રાજ્ય સરકાર વિચાર કરશે. નોટિફિકેશન પર CM સાથે ચર્ચા કરીશુ. CM નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાઇ શકે છે. ચીફ સેક્રેટરી, ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા થશે. હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે ચર્ચા થશે. રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા છે.