વડોદરામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પત્રકારો પણ આ વાયરસને ચપેટમાં આવવા લાગ્યા છે. અમદાવાદમાં માહિતી ખાતા સહિતના ખાનગી ટીવી ચેનલોના પત્રકારો કોરોનાના શિકાર બન્યા છે ત્યારે વડોદરામાં આજે જે નવા 16 કેસ સામે આવ્યા છે તેમાં 7 પત્રકારોનો સમાવેશ હોવાની જાણ થતાં સ્થાનિક પત્રકારોમાં હડકંપ મચી ગયો છે. વડોદરામાં કોરોના પોઝિટીવ આંકડો 271 પર પહોંચી ગયો છે. આજે કોરોનાથી વધુ 2 લોકોના મોત થયા છે. વડોદરામાં કોરોનાથી કુલ 15 લોકોના મોત થયા છે.
મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ
મુંબઈમાં સૌથી વધુ કોરોના સંકટ વચ્ચે 53 જેટલા પત્રકારોનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. એમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટરો પણ છે. મુબઈમાં સવારે તેનો રિપોર્ટ આવ્યો છે.