Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેનો ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ વધારવા મુદ્દે અહેમદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો છે.નીતિન પટેલે કહ્યું કે પહેલા રાજ્યમાં દરરોજ 4 કે 5 હજાર ટેસ્ટિંગ થતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 23 હજાર જેટલા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

સાથે જ તમામ શહેરોમાં સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર અને હોસ્પિટલો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને કોઈ લક્ષણો હોય તો તેવા તમામ લોકો પોતાના ટેસ્ટિંગ કરાવી શકે છે.આવી જ રીતે દરેક જિલ્લાઓમાં પણ કામગીરી ચાલી રહી છે. સુપરસ્પ્રેડર લોકોના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે. ધન્વતંરી રથ દ્વારા ગલીએ ગલી જઈને રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. 

શું કહ્યું હતું અહેમદ પટેલે?

કોરોના મામલે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. અહેમદ પટેલે પત્રમાં લખ્યું કે જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર બને.  સાથે જ ઈન્જેક્શનના કાળા બજારીનો પણ ઉલ્લેખ કર્યો છે..  દવા-ઈન્જેક્શનના કાળા બજાર પર પણ રોક લગાવવી જરૂરી છે. ગરીબો ઉંચા ભાવે દવા-ઈન્જેક્શન ખરીદવા મજબૂર છે. અને હોસ્પિટલમાં પ્રોટોકોલ પ્રમાણે સારવાર મળે તે પણ જરૂરી છે. ભરૂચ સહિત ગુજરાતમાં સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં કેન્દ્રની ટીમો ગુજરાતમાં મોકલવા માગણી  કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ