ગુજરાતમાં કોરોના વિસ્ફોટને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે સરકારની ટેસ્ટ ઘટાડવાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં બંને પક્ષ દ્વારા ધારદાર દલિલો કરવામાં આવી હતી. એડવોકેટ જનરલે એવી ટીપ્પણી કરી હતી કે જો અમદાવાદમાં દરેકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે તો 70 ટકા લોકો કોરોના પોઝિટિવ નીકળશે જેથી શહેરીજનો ડરી જશે. એટલે ઓછા ટેસ્ટ થાય તે જ બરાબર છે.
કોવિડ-19ના એસિમ્પ્ટમેટિક એટલે કે લક્ષણો ના દેખાતા દર્દીઓને ટેસ્ટ કર્યા વિના જલદી ડિસ્ચાર્જ આપવા અને ઘટેલા ટેસ્ટિંગ બાબતે જાહેરહીતની અરજીની શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જે મામલે બંને પક્ષ તરફથી આક્રમક દલીલો થઈ.
અરજદારે નવી ડિસ્ચાર્જ પોલીસી અને ગુજરાતમાં ઘટેલી ટેસ્ટની સંખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે. જે મામલે વકિલ અનિષ દેસાઈએ વધુ ટેસ્ટ અને પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવારનો પણ ટેસ્ટ કરવા પર ભાર આપ્યો હતો. જ્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો અમદાવાદમાં 70 ટકા લોકો પોઝિટિવ નીકળશે. જેના કારણે નાગરિકોમાં માનસિક ભય પેદા થશે. આ દલીલ સામે એડવોકેટ દેસાઈએ પ્રશ્ન કરતાં પૂછ્યું, સરકારને આ બાબતથી શા માટે ફરક પડવો જોઈએ. તેમણે આગળ દલીલ કરતાં કહ્યું, “સરકારે વધુ સારી તૈયારી સાથે આ સ્થિતિનો સામનો કરવો જોઈએ. આપણે હોસ્પિટલોમાં જગ્યા મેળવવા માટે લડી રહ્યા છીએ.