ગુજરાતમાંથી રાજસ્થાન જવા માટે આજે પાસ ઈશ્યુ નહીં કરવામાં આવે. આ અંગે સચિવ ધનંજય દ્વિવેદીએ ટ્વીટર પર માહિતી આપી હતી. રાજસ્થાન જવા માંગતા લોકોએ રાહ જોવી પડશે. પહેલા રાજસ્થાન સરકાર પાસે પાસ કઢાવવો પડશે પછી જ અહીંથી પરવાનગી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના CM અશોક ગેહલોતે રાજ્યની આંતરરાજ્યીય સરહદો પર બિનઅધિકૃત વ્યક્તિઓની એન્ટ્રી રોકવા માટે પોતાની સરકારને આદેશ આપ્યા છે ત્યારે હવે ગુજરાતમાં રહેતા રાજસ્થાનના લોકોએ પહેલા રાજસ્થાન સરકાર પાસે મંજૂરી લેવી પડશે અને જો ત્યાંથી મંજૂરી મળશે તો જ ગુજરાત સરકાર દ્વારા પાસ બનાવી આપવામાં આવશે.