ગુજરાતમાંથી 72 લોકો દિલ્હી તબલીગી જમાતમાં ગયા હતા. આ અંગેના શહેર વાઈઝ આંકડા જણાવતા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ગુજરાતમાં બીજી પણ મહત્વની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તદુપરાંત, તેમણે જણાવ્યું કે, દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં DGP એ જણાવ્યું કે ગુજરાતમાં હાલ કોરોનાની સંખ્યા વધી રહી છે ત્યારે તેને કાબુમાં રાખવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.
ગુજરાતમાં પોલીસવડાએ મોટો નિર્ણય લીધો છે જેમાં દરેક ધાર્મિક સ્થળના ચેકિંગની વાત કરી હતી એટલું જ નહીં પરંતુ જયાં ચારથી વધારે લોકો હશે તેની સામે કેસ થશે. તેવી પણ પોલીસ વડાએ જાહેરાત કરી હતી.
દરેક અધિકારી બંદોબસ્તમાં કડક સૂચનાનું અમલ કરે. શહેરમાં ACP અને DCP સહિતના અધિકરી જવાબદારી સોંપાઇ છે. વાહન વ્યવહાર અને RTO કર્મીઓ પોલીસ વિભાગ સાથે કામગીરી કરશે. વન વિભાગના કર્મીઓ મદદ લેવામાં આવી રહી છે. ખાનગી સિક્યોરિટી સંસ્થાના કર્મચારીઓની પણ મદદ લેવાશે.
153 ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 173 ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન ફૂટેજથી અત્યાર સુધી 398 ગુના દાખલ કરાયા છે. 368 લોકોની ધરપકડ કરાઇ છે.
લોકો પણ પોલીસને માહિતી આપી શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને લોકો જાણ કરે. હાઇવે પર વાહનોને અટકાવવામાં નહી આવે. વાહન ખાલી જતુ હોય તો પણ નહી અટકાવાય.