Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

આવતીકાલથી શરૂ થશે માર્કેટ

દવા અને દૂધ ઉપરાંત શાકભાજી, ફળફળાદિ, અનાજ અને કરિયાણાનું વેચાણ આવતીકાલથી શરૂ

અમદાવાદ મ્યુનિ. દ્વારા 17 હજાર વેન્ડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને તેમને સાપ્તાહિક કાર્ડ આપવાનું કામ ચાલુ

ખરીદી માટે બજારો દરરોજે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ માટે સવારે 8થી 11 મહિલાઓ અને બાળકો જાય, અને પછી પુરુષો જાય તેવી વિનંતી

આ વેચાણ સતત ચાલુ રહેશે, માટે ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ

દરેક શહેરીજનને પોતાની જરૂર પૂરતી જ રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે હાકલ

ખરીદી માટે જતાં દરેકે જાહેર શિસ્ત દાખવવી પડશે કારણ કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી

ખરીદી કરવા આવેલા બીજા લોકોથી 2 વાર (6 ફૂટ)નું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

ખરીદી કર્યા બાદ દરેકને ઘરે આવીને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ.

સામાન્ય જીવનમાં પણ હવે પછી સેનિટાઈઝ રહેવા ઉપરાંત આટલું રોજેરોજ કરવાનું સૂચન

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ