રાજ્યમાં કોરોનાના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની માહિતી આપી હતી. જેમાં સવાર બાદ વધુ 36 કેસ આવ્યાં હતાં. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 468 પર પહોંચ્યો છે. આ સાથે જ આજે રાજ્યમાં 3 લોકોના મોત થયાં છે.
અગ્રસચિવ જ્યંતિ રવિએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ગુજરાતમાં નવા કોરોના પોઝિટિવ કેસની માહિતી આપી. આજે 10 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે અમદાવાદમાં 3 લોકોના આજે મોત થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં 1442 કેસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 407 કેસના રિપોર્ટ આવવાના બાકી છે.