ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 કેસ નવા કોરોનાના નોંધાયા છે. સવાર સુધી 46 કેસ પોઝિટિવ આવ્યા હતાં જ્યારે સવારથી અત્યાર સુધી નવા 70 કેસ આવતા કુલ 116 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 378 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુઆંક 19 છે. સાથે જ તેમણે કહ્યું કે આજે 3 વ્યક્તિ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.