Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે. શહેરમાં કોરોનાની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યું છે. જેમાંથી 2098નાસેમ્પલ લીધા હતા, જેમાંથી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. તેમજ1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ અમદાવાદ માહિતી ખાતાના 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ