અમદાવાદમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતાં AMC દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દૂધ અને દવા સિવાયની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સત્તાધીશોની બેઠક બાદ તારીખ 15થી એટલે કે આજથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે આજે આ દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ લોકો આજે ખરીદી કરવા રોડ ઉપર આવી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. માધુપુરા માર્કેટમાં કરિયાણાની દુકાનમાં લોકોની ભીડ લાગી હતી.લોકોએ સમજવું પડશે કે સોશિયલ ડિસ્ટન્સ ખુબ જરૂરી છે. કારણ કે આ રીતે તેઓ પોતાના અને બીજાના જીવને જોખમમાં મુકી રહ્યાં છે.