કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા છે જ્યારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ 1298 દર્દી થયા છે અને મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે.
SVP હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની ડિલીવરી કરવામાં આવી છે જેમાં માતા અને દીકરી બંનેની તબિયત હાલમાં સારી છે. જણાવી દઈએ કે, રાજ્યમાં સૌ પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે.
દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVP હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે ટ્રાન્સમિશન બાદ દર્દીની કન્ડીશન સ્ટેબલ છે. અને આજે વધુ એક દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ કરી છે. આમ હવે 1000 દર્દીની સારવાર થઈ શકશે.