કોરોના વાયરસે રાજ્યમાં કહેર મચાવ્યો છે ત્યારે હવે રાજ્યના કેદીઓને પેરોલ પર છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલોમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારના સચિવે વધુમાં જણાવ્યું હતું કે, પાક્કા કામના પેરોલ અને પેરોલ માટેની યાદી તૈયાર કરી છે અને જિલ્લા અને સબજિલ્લા લેવલે પેરોલ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. લગભગ 1200 જેટલા કેદીઓને લાભ અપાશે. આવા કેદીઓનું તેમને ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ જો કોઈ કેદીને તાવ, શરદી જેવા લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે. આવા કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરાશે એવું તેમણે ઉમેર્યું હતું.