કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીત બાદ ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ને પોતાનું સાંકેતિક પ્રદર્શન પાછુ લઈ લીધુ છે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં IMAએ આજે રાતે 9 વાગે સાંકેતિક પ્રદર્શન અને કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન અમિત શાહે ડૉક્ટરોને સુરક્ષાનો ભરોસો આપ્યો છે.
સાંકેતિક પ્રદર્શનને પાછું ખેંચતા IMAએ કહ્યું કે આજે અમારી ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. ખાસ કરીને અમિત શાહ સમગ્ર મામલાને સમજી રહ્યા છે અને ચિંતાતુર પણ છે. ભારત સરકાર ડૉક્ટરોની સુરક્ષા માટે જરુરી પગલા ભરશે એવો વાયદો કર્યો છે અને અમને સરકાર પર ભરોસો છે. એટલા માટે પ્રદર્શન પાછુ લઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે ફરજ બજાવી રહેલા કેટલાક ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાની વિરુદ્ધમાં IMAએ વિરોધ પ્રદર્શની યોજના બનાવી હતી.