હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે સમગ્ર દેશમાં અને રાજ્યમાં પણ કોરોના સંક્રમિતનાં આંકડાઓ વધતા જ જાય છે. ત્યારે હવે ધીરે ધીરે કોરોના વોરિયર્સ પણ આ કોરોનાનો ભોગ બને છે. ત્યારે તમને જણાવી દઇએ કે અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઇ રહ્યો છે ત્યારે હાલમાં કોરોનાને લઇને અમદાવાદની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, એશિયાની સૌથી મોટી કહેવાતી સિવિલ હોસ્પિટલ કે જેમાં ફરજ બજાવનાર અને ન્યુ મણીનગરમાં આવેલા રિવેરા કર્ણાવતી ફ્લેટમાં રહેતી 30 વર્ષીય નર્સ શેફાલી મેકવાને ફ્લેટનાં 10માં માળેથી કૂદીને મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. જો કે આ નર્સનાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.
સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતી નર્સે અચાનક જ આ રીતે આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આ ઘટના અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.