કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વધુ બે અઠવાડીયા માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. તેમ છતાં અમદાવાદમાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. જેને પગલે હવે કન્ટેન્મેન્ટ ઝોન બાદ શહેરના વિવિધ વિસ્તારમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે. પોલીસ કોર્પોરેશનના અધિકારીઓ મળીને આ ઝોન નક્કી કરશે. જેમાં કોવીડ વોલેન્ટીયર, દરેક પોલીસ સ્ટેશનના કોવીડ વોલેન્ટીયર, સ્થાનિક મહોલ્લા સમિતી, શાંતિ સમિતીના સભ્યો અને સ્થાનિક આગેવાનોની મદદ લેવામાં આવશે, એમ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.