દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા છે. આમ દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 27,892 થઇ ગયા છે. જ્યારે હાલમાં 20835 એક્ટિવ કેસ છે. ગત 1 દિવસમાં કોરોનાથી કુલ 381 લોકો ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી 6184 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 22.17 ટકા થયો છે. તે લગાતાર વધી રહ્યો છે. 85 જિલ્લામાં છેલ્લા 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. તે સિવાય છેલ્લા 28 જિલ્લામાં જ્યાં કોઇ કેસ ન હતા ત્યાં હમણા એક એક કેસ નોંધાયા છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે આર્થિક વ્યવસ્થાને યોગ્ય કરવા માટે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી હતી. 26 એપ્રિલ સુધી 80 ટકાથી વધુ ઘઉંની લણણી થઇ ચૂકી છે. 80 ટકા માર્કેટનું સંચાલન શરૂ થઇ ગયું છે. દાળ અને તેલિબિયાંની ખરીદી ચાલુ છે. 80 હજારથી વધુ ખેડૂત અને 70 હજારથી વધુ વેપારી એપ પર નોંધાયેલા છે. બે કરોડથી વધુ કામદારોને મનરેગા અંતર્ગત રોજગાર મળ્યો છે.