દેશમાં કોરોના વાયરસે જાણે કે હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,198 કેસ નોંધાયા છે. ગત વર્ષે મહામારીશરૂ થયા બાદ એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 દર્દીનાં મોત થયા છે. કોરોના મહામારીથી લડી રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 59,907 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 322 લોકોનાં મોત થયા છે.